" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૭
" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૭
"ઈકો ફ્રેન્ડલી ગણેશજી"
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો મંદિર નું નિર્માણ કોઈ નદી કિનારે કુદરતી સૌંદર્ય ધરાવતા વાતાવરણ માં આવેલા નારિયેળી ના બાગ જેવા નયનરમ્ય સ્થળો ને શુભ માનવામાં આવે છે. આવા સ્થળો માંથી એક છે ભારત ની પ્રખ્યાત સાત નદીઓ પૈકીની એક એવી ગોદાવરી નદી જે આંધ્રપ્રદેશ ના ઐનાવલ્લી ગામ માંથી પસાર થાય છે તેના કિનારે આવેલું સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયકા સ્વામી નું મંદિર ભારતભર માં વિખ્યાત છે.
પૂર્વ ઇતિહાસ પ્રમાણે જોઈએ તોહ ૧૪ સદી માં મહાન ગ્રંથ મહાભારત ના રચયિતા એવા શ્રી મહર્ષિ વ્યાસ જયારે તેઓ દક્ષિણ ભારત માં બ્રાહ્મણ સારું કરતા પહેલા તેમને દક્ષિણ - પશ્ચિમ દિશામાં શ્રીજી ના આ સ્વરૂપ ની સ્થાપના કરી હતી જેના દર્શન માત્ર થી ભક્તજનો ની ઈચ્છાપૂર્તિ તેમજ સુખ શાંતિ અને ધન ધન્ય ની પ્રાપ્તિ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
તે સાથે ક્ષેત્ર-પુરાણ પ્રમાણે દક્ષ પ્રજાપતિ એ જયારે દક્ષ યજ્ઞ કરાવ્યો હતો ત્યારે કોઈ પણ પ્રકારના વિઘ્નવિના યજ્ઞ પૂર્ણ કરવા માટે શ્રી સિદ્ધિવિનાયકા સ્વામી ની મોટી પૂજા કરાવી હતી.
આ મંદિર ના સ્થાપિત શ્રીજી ને "માનતા શ્રીજી" તરીકે પણ ઓળખવામાં છે.
ભારતવર્ષ માં આ એક અને માત્ર એક જ મંદિર છે જેમના પર રોજ ગોદાવરી નદી ના પવિત્ર જળ થી શ્રીજી ના સ્વરૂપ નો અભિષેક કરાય છે.

Comments
Post a Comment